બપોરનો સમય હતો.

સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ઘઉંના કટ્ટા ઉતર્યા હતા.

સર્વે સંતો, પાર્ષદો, સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.

પ.પૂ. સ્વામીશ્રી મધ્યાહ્ ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ કોઠારમાં પધાર્યા. ત્યાં સર્વે સંતો-ભક્તોને સેવા કરતા નિહાળી પ.પૂ. સ્વામીશ્રી દાસભાવે સૌની સાથે ઘઉં ચાળવા માટે બેસી ગયા.

જોડે રહેલા સંતો-ભક્તોએ પ.પૂ. સ્વામીશ્રીને ખૂબ પ્રાર્થના કરી કે, “દયાળુ, આપ સેવા ન કરો.”

“સંતો, આવી નીચી ટેલની સેવાથી મહારાજ ખૂબ રાજી થાય. માટે આપ જો મહારાજને રાજી કરતા હોવ તો અમે કેમ ન કરી શકીએ ? માટે અમને સેવા કરવા દો.”