મૂર્તિ રૂપે વર્તે તેના પર અંતરનો રાજીપો થાય.
“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ?” પૂ.સેવકસંતે પૂછ્યું.
“હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું.
“સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ મુક્તો પર આપનો અંતરનો રાજીપો ક્યારે વહે ?”
‘મારી ધારણા પ્રમાણે તો એવું જ કે, સ્વામી જે નિર્માની અને દાસ થાય તેના પર અંતરથી રાજી થાય.’ પૂ.સેવકસંત મનોમન આવું વિચારી રહ્યા હતા.
પરંતુ ધારણા કરતાં કંઈક જુદી જ વાત નીકળી.
“જે મૂર્તિ રૂપે વર્તે તેના પર અમારો અંતરનો રાજીપો થાય.”