રાત્રિનો 9:15નો ચેષ્ટાનો સમય.

પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે ચેષ્ટા બોલતાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા.

“આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ...”

ત્યાં અચાનક નળનો અવાજ આવતાં પ.પૂ.સ્વામીશ્રી વાસણસફાઈની ચોકડી તરફ પધાર્યા. ત્યાં સાધકમુક્તો ચેષ્ટા કરતાં કરતાં વાસણ સાફ કરતા હતા.

પ.પૂ.સ્વામીશ્રીએ સાધકમુક્તોને ટકોર કરતાં કહ્યું કે,

“મુક્તો, પાણીનો આટલો બધો બગાડ થાય તો મહારાજના ગુનેગાર થવાય માટે નળ ધીમો રાખો તો મહારાજ રાજી થાય.”

ટકોર થતાં જ સાધકમુક્તોને પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાંથી કરકસરનો દિવ્ય ગુણ શીખવા મળ્યો.