એક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા.

સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય પ.પૂ.બાપજી બોલ્યા : “તમારે કોઈ વ્યસન છે ?”

તેઓ મોં નીચું રાખીને કંઈ બોલ્યા નહીં.

“સમ ટાઇમ સમ ટાઇમ...” આગવી લાક્ષણિક અદાથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂછ્યું.

“સમ ટાઇમ્સ સિગારેટ લઉં છું...” નીચું મોં રાખીને તેઓ બોલ્યા.

“તમારે સિગારેટ છોડવી પડે... સમ ટાઇમ્સ પણ શા માટે રાખો છો...? તમે શ્રીજીમહારાજના આશીર્વાદ લેવા આવ્યા છો તો તે પણ ન ટકે માટે આ છોડો તો અમે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએ...”

ડૉક્ટર નિર્માની હતા. એટલે તરત ગુરુવર્ય પ.પૂ.બાપજી સમક્ષ બે હાથ જોડી બોલ્યા : “પ્રૉમિસ બાપજી, છોડી દઈશ... પણ આપ પ્રસન્ન થાવ...”