રસોડાનું સીંક સાફ કરવામાં કોઈ જ નાનપ નહીં.
૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા.
સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પીરસવા માટે ઉત્સુક હતા.
પરંતુ પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞા થતાં સર્વે પૂ. સંતો કીર્તનભક્તિ કરવા માટે પ્રાર્થના મંદિરમાં પહોંચ્યા અને પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી સીંક આગળ પત્તર ઘસતા હતા.
સીંકમાં એંઠવાડને લીધે પાણી ભરાઈ ગયું હતું. પત્તર ઘોડામાં મૂકી પ.પૂ. સ્વામીશ્રી સીંક સાફ કરવા લાગ્યા અને સમયસર ચેષ્ટામાં પહોંચી ગયા.
અનાદિકાળનું દેહાભિમાન અને કારણ શરીરની વાસનારૂપી કચરો સાફ કરવા જેમનું પ્રાગટ્ય છે એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને રસોડાનું સીંક સાફ કરવામાં કોઈ જ નાનપ નથી.