વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.

     સભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા આવ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંત પાસે લખવા માટે પેન માગી.

     તરત જ તે કિશોરે પોતાની પેન પ.પૂ.સ્વામીશ્રીને લખવા માટે આપી. પેન બહુ મોંઘી,એ જોઈને પ.પૂ.સ્વામીશ્રીએ પેન લેવાની ના પાડી અને કહ્યું,

     “અમારાથી આ પેન ન વપરાય. અમે આવી પેન વાપરીએ તો અભડાઈએ.” તે વખતે સેવક સંતે પ.પૂ.સ્વામીશ્રીને પેન આપી.

     તે પેન બતાવીને પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે, “અમને તો આવી સાદી પેન શોભે.”