વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથેનું દુબઈ ખાતે તા. ૨૦/૨/૨૦૧૮થી સત્સંગ વિચરણ ગોઠવાયું હતું.

     પ.પૂ.સ્વામીશ્રીનું તા. ૨૦/૨/૨૦૧૮ના રોજ દુબઈ જવાનું ફ્લાઇટ રાત્રે ૩:૦૦ વાગ્યાનું હતું. તેથી આગલા દિવસે પ.પૂ.સ્વામીશ્રીએ પૂ. સંતોને કહ્યું કે, “સંતો, કોઈએ ઍરપોર્ટ પર આવવાનું નથી. ને રાત્રે જાગવાનું નથી. હરિભક્તોને પણ સૂચના આપજો; તે પણ ન આવે. સેવકના કારણે બધાયને રાત્રિની ઊંઘ બગડે. તેમને તકલીફ થાય. માટે કોઈને જણાવવું નહીં.”

     આમ,વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી હરહંમેશ સ્વની સુખાકારી કરતાં પરસુખાકારી માટેની ચિંતા કરે છે તેથી જ તો તેઓ સૌને વ્હાલા છે.