વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.

     તેથી જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં સિલેક્ટેડ કિશોર શિબિરનું તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ૨૦૧૮ એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

    સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી નજીક એક ફાર્મ પર કિશોરમુક્તો સાથે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું ભવ્યતાથી સ્વાગત કરવાનું આયોજન થયું હતું.

    સ્વાગતમાં ૧૪ જેટલા કિશોરમુક્તોએ પિરામિડ બનાવ્યું હતું.જેમાં વચ્ચેથી પ.પૂ.સ્વામીશ્રી પધારે ત્યારે ઉપરથી ફૂલવર્ષા કરવી.

    જ્યારે પ.પૂ.સ્વામીશ્રી ફાર્મ પર પધાર્યા. તેમણે દૃશ્ય જોઈ કહ્યું, “અમે પહેલા નહિ જઈએ.આ ફૂલવર્ષા ઠાકોરજી ઉપર વરસાવો. ઠાકોરજી પહેલાં જાય પછી જ અમે પાછળ આવશું.”

    આમ,વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ક્યારેય પણ હરિકૃષ્ણ મહારાજનું પ્રધાનપણું ચુકાયું જ નથી.