વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ ઇચ્છતા હોય છે.

     તેમ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂ.સંતોને રસોઈ માટે એક રીત શીખવી. તા. ૮-૭-૨૦૧૮ ને રવિવારના રોજ બપોરે ઠાકોરજીના થાળમાં સોજીના પૂડલા બનાવેલા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડતી વખતે સેવક સંતોએ એક પૂડલું આપ્યું.

     ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તે પૂડલું જોઈને તરત ટકોર કરી કે, “તમે નાનાં પૂડલાં બનાવો છો તો ગેસ કેટલો વપરાય ! આપણે મહારાજના ગુનેગાર થઈએ. મહારાજનું દેવું આપણા માથે ચઢે. મહારાજ આપણી ઉપર રાજી ન થાય.”

     આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી રસોઈ બનાવવાની બાબતમાં કરકસરના પાઠ શીખવતા હોય છે.