તા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે સેવક સંત અલ્પાહારમાં ચીકુનું જ્યૂસ લઈને આવ્યા. સેવક સંતને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું,

     “સ્વામી, શું લાવ્યા ?”

     “બાપજી, એ તો ચીકુનું જ્યૂસ લાવ્યો છું.”

     “ઠાકોરજીને ધરાવ્યું ?”

     “હા બાપજી.”

     “બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે ચીકુનું જ્યૂસ પીવાથી તાકાત આવે.”

     “સ્વામી ! ચીકુના જ્યૂસથી તાકાત ન આવે, મહારાજથી તાકાત આવે.”

      ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં અવરભાવની વસ્તુ, પદાર્થનું પણ પ્રાધાન્ય જોવા ન મળે. તે પણ ઠાકોરજી પ્રત્યે જ પ્રાધાન્ય હોય.