તા.૨૫-૭-૨૦૧૮ ને બુધવારના રોજ સાંજે ઠાકોરજીની સંધ્યા આરતી પૂર્ણ કરીને સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને આવ્યા.

     સેવક સંત આરતી પછીના અષ્ટક-પદો બોલતા હતા.ગુરુવર્ય પ.પૂ. બાપજી આ પદો બોલતા જાય ને સાથે સાંભળી પણ રહ્યા હતા. અષ્ટકમાં કારણ સત્સંગની અમીરપેઢીના સદ્ગુરુઓમાં સદ્. ઈશ્વરબાપા, સદ્. વૃંદાવનબાપા, સદ્. મુનિબાપાનાં પદો આવ્યાં.એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી નેત્રો મીંચીને સાથે સાથે પદો બોલવા લાગ્યા.

     તેમાં જ્યારે સદ્. મુનિબાપાનું પદ આવ્યું એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી મહિમાઆકારે પદ બોલતા જાય અને મસ્તક ડોલાવતા જાય તથા હસ્તના લટકા સાથે પદો ગાતા જાય અને સાથે કહેતા જાય,

     “કેવો આપણા મુનિબાપાનો મહિમા છે !!!”

     આમ, પોતાના ગુરુ સદ્ . મુનિબાપાનો મહિમા ગાતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું મુખ મહિમાથી છલકાઈ જાય.