તા.૯-૨-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા હતા.

     ગુરુદેવ પ.પૂ.બાપજીના આગમને આજીવન સેવામાં રહેલા ભગુજી ખૂબ રાજી હોય.

     એટલે તેઓ શીઘ્ર કવિની જેમ દુહાઓ ને છંદ પોકારવા લાગે.

     ગુરુદેવ પ.પૂ. બાપજી એમની આ કવિતાઓ કરતાં એમના અહોભાવથી વધુ રાજી થાય.

     આજે ગુરુદેવ પ.પૂ.બાપજીએ એમને જોતાં જ કહ્યું,“ભગુજી આજે તો મોટા મિનિસ્ટર જેવા લાગે છે... મોટા મંત્રી પહેરે એવી કોટિ પહેરી છે...”

     “બાપજી,આ તો આપનો પ્રતાપ છે...” ભગુજી ઉત્સાહમાં આવીને બોલ્યા.

     “ભગુજી,આવું આપણાથી ક્યારેય ન બોલાય...અપરાધ થાય.”

     ભગુજી તો ગુરુદેવ પ.પૂ.બાપજીની વાત સાંભળી હાથ જોડી બોલ્યા : “રાજી રહેજો દયાળુ...”