એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે,

“આજથી કોઈ પાળાએ પૈસા રાખવા નહીં.” 

મહારાજની આજ્ઞા જાણી ભગુજી તથા અલૈયા ભક્તે સૌપ્રથમ પૈસા કાઢ્યા ત્યારે મહારાજે કહ્યું,

     “આ પૈસાના વસ્ત્ર લઈ પરમહંસને ઓઢાડો.”

     બંનેએ દરેક પરમહંસને વસ્ત્રો ઓઢાડ્યાં તોપણ રૂપિયા વધ્યા પછી સાટા-જલેબીની રસોઈ કરાવી.

     મહારાજે રાજી થઈ ભગુજી તથા અલૈયા ભક્તને થાળની પ્રસાદી આપી. રાત્રે ફરી સભા ભરાઈ.

     બંનેએ મહારાજને ગુલાબી રંગનાં વસ્ત્ર અર્પણ કરી આરતી તથા પૂજન કર્યું. પછી મહારાજે કહ્યું જે,

     “ત્યાગીએ પૈસા રાખવા નહીં. ને જો પૈસા રાખે તો તેમાંથી ઝાઝું ભૂંડું થાય.”

     આવી રીતે શ્રીહરિ પોતાના આશ્રિત ત્યાગીને આજ્ઞાઓ કરી માયાના પાસથી છોડાવતા.