વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સંતો-સમર્પિતમુક્તોને પ્રાત: સભાના લાભથી સુખિયા તથા બળિયા કર્યા.

     ત્યારબાદ સૌ સંતો દર્શન અર્થે પધાર્યા ને ત્યારબાદ સૌ સમર્પિતમુક્તો આવ્યા. સૌને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાના દિવ્ય હસ્તે મસ્તક પર આશીર્વાદ આપી રહ્યા હતા.

     તેમાંથી એક સમર્પિતમુક્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના ચરણસ્પર્શ કર્યા ને તેમણે ચરણ પર લાલ ચાઠું જોયું,

     “સ્વામી, આ લાલ ચાઠું થયું છે. આપને વાગ્યું છે ?”

     “ના... ખ્યાલ પણ નથી. તમે કહ્યું ત્યારે ખબર પડી.”

     “સ્વામી, ડૉક્ટરને બતાવીએ.”   

     આમ કહેતાં સૌ સંતો-સમર્પિતમુક્તો ભેગા થઈ ગયા. ત્યાં તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જેઓ પરભાવમાં જ સ્થિત રહેતા હોય તેમને વળી અવરભાવ સામે દૃષ્ટિ જ ન રાખે.

     “મુક્તરાજ, જે થયું તે દેહને થયું છે. દેહ તો નાશંવત છે. તેનો તો અનાદર કરવાનો હોય અને અમે તો સદાય પરભાવમાં જ છીએ.”

     આમ, વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી અવરભાવથી પર પરભાવમાં જ સદાય મગ્ન રહે છે.