ઈ.સ.1970થી 1980 દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા તે સમયે આખા મંદિરની સ્વચ્છતા સ્વયં કરતા.

     મંદિરનાં શૌચાલયો અને મુતરડી પણ જાતે સાફ કરતા.

     હરિભક્તો ઘણી વાર કહેતા, “બાપજી,આપ સ્વચ્છતાવાળા રાખી લો; અમે એમનો પગાર આપી દઈશું....”

      ગુરુવર્ય પ.પૂ.બાપજી તરત જ કહેતા,“મંદિરની સેવા માટે પગારદાર ના રખાય... આ સેવા તો મળે જ ક્યાંથી ! એટલે અમે ધીમે ધીમે પણ જાતે આખા મંદિરની સ્વચ્છતા કરીશું... સ્વચ્છતાની સેવાથી શ્રીજીમહારાજ બહુ રાજી થાય છે.પૂર્વે મોટા મોટા નંદસંતોએ હરિભક્તોને ચોખ્ખા કરવા સ્વચ્છતાની – નીચી ટેલની સેવાઓ આપી ચોખ્ખા કર્યા છે... એટલે આ સેવા ચોખ્ખા થવા માટેની છે...”

      ગુરુવર્ય પ.પૂ.બાપજીએ રુચિ જણાવ્યા બાદ બધા હરિભક્તો સેવામાં જોડાયા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને મહાપ્રયાસે સેવા મુકાવી.

     છતાંય ગુરવર્ય પ.પૂ.બાપજી સ્વચ્છતાની સેવા ક્યારેક ક્યારેક તો કરી જ લેતા.

      આમ, ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઘનશ્યામનગર મંદિરમાં બાહ્ય સ્વચ્છતાની સેવાથી લઈ આંતર સ્વચ્છતા માટે કથાવાર્તારૂપી સેવા ખૂબ કરી છે.