વિદેશ વિચરણ દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની બધા મુક્તોની સાથે અંગત બેઠક ગોઠવાયેલી.

      રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને પૂછ્યું,“બીજા કોઈ મુક્તો હવે મળવા માટે આવ્યા છે ?”

     “એક હરિભક્ત બેઠા છે.પરંતુ અત્યારે બેસવું જરૂરી નથી. આવતી કાલે બેસીશું.” તેવી સેવક સંતે પ.પૂ.સ્વામીશ્રીને ખૂબ પ્રાર્થના કરી.પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,“એમને આપણા કારણે બેસી રહેવું પડે તે કેમ ચાલે ? બોલાવો, અત્યારે જ મળી લઈએ.”

     તે દિવસે પ.પૂ.સ્વામીશ્રીનું થાકના કારણે સ્વાસ્થ્ય સારું ન હતું.તાવ, કળતર,શરદી જેવું હતું. છતાં તે હરિભક્ત સાથે જ્યાં સુધી તે હરિભક્તનું દુઃખ નિવારણ ના થયું ત્યાં સુધી 30 મિનિટ સુધી બિરાજ્યા અને રાત્રે ૧૨ વાગ્યે પોઢ્યા.

     આમ,વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ એક એક હરિભક્ત માટે ક્યારેય પણ પોતાના અવરભાવ સામે જોયું જ નથી.