વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭  કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું પૂ. સંતોને જણાવેલું.

તે વાતની જાણ ગુરુવર્ય પ.પૂ. બાપજીને થઈ.

     તા. ૨૪-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે નિત્યક્રમ મુજબ ગુરુવર્ય પ.પૂ. બાપજીના સ્વાસ્થ્યની ખબર પૂછવા માટે પ.પૂ. સ્વામીશ્રીએ ફોન કર્યો કે તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું,

     “સ્વામી, તમે નકોરડા ચાલુ કર્યા છે ?”

     “હા બાપજી.”

     “તમારું ક્યાં અધૂરું છે ? તમે બીજાનું પૂરું કરવા આવ્યા છો.”

     “બાપજી ! આપનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સેવક ચાર દિવસના નકોરડા ઉપવાસ કરે છે...” વિનંતી કરતાં પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું.

     “સ્વામી, તેમાં તમારે નકોરડા ઉપવાસ કરવાની ક્યાં જરૂર છે ? પ્રાર્થના કરજો; મહારાજ અમને સારું કરશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રાજી થતા કહ્યું.

     આમ, બંને દિવ્યપુરુષોની કેવી આગવી પ્રીતિ !!!