થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું.

     જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી.

     એવામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને આશરે રાત્રે બે વાગ્યા હશે ત્યાં બલ્બના આછા પ્રકાશમાં કોઈકનો અવાજ સંભળાયો.

     અચાનક ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પોઢેલા સેવક સંત જાગી જતાં જોયું તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને રહેલી ઠાકોરજીની મૂર્તિ આગળ ઊભા રહી વૈશ્વિક મંદીની અસરમાં આવી ગયેલા દુઃખી હરિભક્તો માટે મહારાજને પ્રાર્થના કરી રહ્યા હતા.

     આ છે એ દિવ્યપુરુષની અતિ દયાળુતા કે જે કોઈના અલ્પ દુઃખને પણ ખમી ન શકે.