તા. 21-10-2018 ને રવિવારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા વિચરણ અર્થે પધાર્યા હતા. સવારે પ.પૂ.સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને ખૂબ બળિયા કર્યા. 

  મધ્યાહ્ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી પોઢવા માટે આસને પધાર્યા.તે આસને હરિકૃષ્ણ મહારાજ પોઢ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી સાથે એક પૂ.સંત પણ પોઢવા પધાર્યા.

  આ પૂ.સંતને સાંજે હરિભક્તના ઘરે રસોઈ કરવા જવાનું હતું. તેની જાણ પ.પૂ.સ્વામીશ્રીને હતી તો તરત જ તે પૂ.સંતને કહ્યું કે,“સ્વામી,તમારે તો વહેલા રસોઈમાં જવાનું છે...!!”

  “હા સ્વામી...”

  “તમે જતી વખતે જો દરવાજો ખોલીને બહાર જશો તો પોઢેલા હરિકૃષ્ણ મહારાજ પર પ્રકાશ આવશે. જેથી ઠાકોરજી જાગી જશે, ઠાકોરજીને Disturb થશે.માટે તમે અંદર પોઢવું       રહેવા દો અને જે સંતને રસોઈમાં ન જવાનું હોય તેમને બોલાવો.”

  આ રીતે વાત કરી તે સંતને ‘રાજી રહેજો’ એમ કહી ક્ષમા માગી, બીજા સંતને આસને સાથે બોલાવી પોઢાડ્યા ને ઠાકોરજીનું જતન પણ કર્યું.