તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી.

  સભા દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રીની નજર તેમની ઉપર પડી. અગાઉ પ.પૂ. સ્વામીશ્રી જ્યારે તેમના સેન્ટરમાં વિચરણ માટે પધારેલા ત્યારે તેમને દાઢી ન રાખવા બાબતે વાત કરેલી.

  તે વાતને યાદ કરતાં જણાવ્યું કે, “દયાળુ, આપણે વાત થઈ હતી ને દાઢી નહિ રાખવાની. દાસ થવાનું, દાદા નહિ થવાનું.”

  તે મુક્તે પ.પૂ. સ્વામીશ્રીની માફી માગી તથા દાઢી કાઢી નાખવાની વાત કરી.

  પ.પૂ. સ્વામીશ્રીએ તે મુક્તની પાસે પ્રોમિસ માગતાં કહ્યું કે, “આજે કાઢી નાખીશ એમ નહિ હવેથી મોટી દાઢી નહિ રાખું.”

  તે મુક્તે પ.પૂ. સ્વામીશ્રીને પ્રોમિસ આપી. પ.પૂ. સ્વામીશ્રી રાજી થયા. થોડી વાર બાદ તે મુક્તને હેતે કરીને પૂછ્યું કે, “મેં તમને બધાની વચ્ચે કીધું, તે તમને દુઃખ તો નથી થયું ને !”

  સાથે જણાવ્યું કે, “હું તો તમારો દાસ છું. તમને કદાચ વધુ કંઈ કહેવાઈ ગયું હોય તો રાજી રહેજો.”

  આમ, સભા વચ્ચે માફી માગી.