તા. 18-7-2015 ને શનિવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના સરસવા ગામે સમૈયામાં પધાર્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નહોતું છતાં આટલા દૂરના સેન્ટરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા.

પૂ. સંતોએ પ્રાર્થના કરતાં કહ્યું કે,

“બાપજી, આપ આટલા દૂરના સેન્ટરમાં ન પધારો તો સારું. આપનું સ્વાસ્થ્ય સારું રહે.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને કહ્યું કે, “અમે પંચમહાલના હરિભક્તોને જોઈએ તો અમે બહુ રાજી થઈએ છીએ. તેમની નિર્દોષતા, નિર્દોષભાવ જોઈને અમે બહુ રાજી થઈએ અને એટલે અમે પંચમહાલનો પ્રોગ્રામ ગમે તેવી તકલીફ હોય, ગમે તેવા સંજોગો હોય તોપણ ક્યારેય કેન્સલ ના કરીએ.”

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના નિર્દોષતાવાળા હરિભક્તો પર રાજીપો વરસાવતા.