મહેસાણા ઝોનલ શિબિરના બીજા દિવસે સંપ્રદાયના ઇતિહાસ પર પ.પૂ. સ્વામીશ્રી લાભ આપી રહ્યા હતા. સભા દરમ્યાન વચ્ચે ૧૦ મિનિટની રિસેસ રાખવાની થઈ.

બપોરના ૧૨:૩૦ થયેલા અને પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું કે, “૧૨:૪૦ વાગ્યે દરવાજા બંધ થઈ જશે માટે તરત આવી જવું.”

પ.પૂ. સ્વામીશ્રીને પણ સ્નાન કરવા જવું હતું માટે પ.પૂ. સ્વામીશ્રી સ્નાન કરવા માટે પધાર્યા. પ.પૂ. સ્વામીશ્રી શીઘ્રતા સાથે સ્નાનાદિકનો વિધિ પૂર્ણ કર્યા બાદ સ્નાન કરી, ધોતિયું ધારણ કરી, જળ ધરાવી ૧૦ મિનિટમાં બધાય હરિભક્તોની સાથે પહોંચી ગયા.

સંતોએ કહ્યું, “આટલી ઉતાવળ કેમ ?”

ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “હરિભક્તોને ૧૦ મિનિટ કહી તો આપણા માટે પણ ૧૦ જ મિનિટ છે.”