વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા.

વાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે ડૉ. સિદ્ધાર્થભાઈ શુક્લ ગુરુદેવ પ.પૂ. બાપજીનું બી.પી. માપવા આવે.

આ ડો. સિદ્ધાર્થભાઈ શુક્લનું બહુ ભગવદી અંગ જોઈને ગુરુદેવ પ.પૂ. બાપજી બહુ રાજી થાય.

ગુરુદેવ પ.પૂ. બાપજી કહે, “આ બહુ ભગવદી છે. એમનામાં ભજન-ભક્તિનું અંગ સારું છે. તેમને મહારાજનું કર્તાપણું છે. તેમને જોઈને આનંદ થાય છે. અંતરથી રાજી થવાય છે. અમે તો ભગવદી હોય અને મહારાજનું કર્તાપણું હોય તેવા ઉપર સહેજે સહેજે અંતરથી રાજી થઈએ છીએ.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ભગવદી અંગવાળા ભક્તો બહુ વ્હાલા લાગતા.