સંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો.

પૂ. સંતો સ્વચકાસણી ફોર્મ ભરી રહ્યા હતા. ૧૦:૦૦થી ૧૦:૩૦નો સમય થઈ ચૂક્યો હતો.

બીજી બાજુ થોડી ગરમી લાગી રહી હતી. ઠાકોરજીનો (હરિકૃષ્ણ મહારાજનો) પંખો ચાલુ હતો. મુગટ પણ ધારણ કરેલો હતો. બીજી બાજુ તે જોતાં પ.પૂ. સ્વામીશ્રીએ કોઈ પૂ. સંતોને પણ કહ્યા વગર ઊભા થઈ ઠાકોરજીને પ્રાર્થના કરી મસ્તક પરથી મુગટ લઈ બાજુમાં મૂકીને ફરીથી પ્રાર્થના કરી આસન ગ્રહણ કર્યું.

આમ, આવા અલ્પ સમયે પણ પ્રથમ ઠાકોરજીને તકલીફ તો નહિ પડે ને ? તે રીતે પોતે વર્તી ઠાકોરજીની ચિંતા રાખવી તેવી રીત શીખવાડી.