સિદ્ધાંતોનું પ્રવર્તન કરવા ગુરુદેવ પ.પૂ. બાપજી તનસુખ સામે દૃષ્ટિ ન રાખતા
“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.”
“સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.”
વાત એમ છે કે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હોવાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ઉપરોક્ત પ્રાર્થના કરી રહ્યા છે.
“બાપજી, આપને જમવાનું અનુકૂળ આવતું ન હોય તો બીજા સંતોને રાખી લઈએ…”
“સ્વામી, અમારા કારણે બીજા સંતોને તકલીફ ન અપાય. અમે સહન કરી લઈશું.”
“બાપજી, પણ… રાજી થઈને હા પાડો… અમારી પ્રાર્થના છે…”
“સ્વામી, અમે અમારી જોડે બે સંતોને રાખીએ તો મહારાજ અને બાપાના સિદ્ધાંતોના પ્રવર્તનમાં એકની ખોટ આવે… માટે અમે આમાં જ રાજી છીએ.”
આમ, નિરંતર પરસુખમાં મગ્ન એ કેવું દિવ્ય સ્વરૂપ છે ! બાપજીએ સિદ્ધાંતોનું પ્રવર્તન કરવામાં ક્યારેય પણ પોતાના તનસુખ સામે દૃષ્ટિ જ નથી કરી.