“બાપા એટલે બાપા.”

જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે.

થોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ જણાતી હતી. પૂ. સંતો પણ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત હતા.

આવી નાજુક પરિસ્થિતિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સંતો, બાપાના મહિમાનાં કીર્તન ગાવ.”

પૂ. સંતો આશ્ચર્યવત્ ગુરુદેવ પ.પૂ. બાપજીની સામું જોઈ રહ્યા કે, “આટલી નાદુરસ્ત તબિયતમાં પણ બાપજી કીર્તન ગાવાનું કહે છે !”

પૂ. સંતોએ બાપાશ્રીના મહિમાનાં કીર્તન ખૂબ ગાયાં. જેમ જેમ બાપાનાં મહિમાનાં કીર્તન ગવાતાં જાય તેમ તેમ બાપજીમાં જાણે જોમ-જુસ્સો પ્રગટતા હોય તેવાં દર્શન થાય.

ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્યમાં પણ સુધારો જણાયો.

આમ, આ પ્રસંગે ગુરુદેવ પ.પૂ. બાપજીની બાપા પ્રત્યેની અસ્મિતાનાં સૌને દર્શન થયાં.