સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રીજા દિવસે દ્વિતીય સેશનમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોની સાથે મિટિંગ હોવાથી સેશન ચાલુ થઈ ગયા પછી સભામાં પધાર્યા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આવતાંની સાથે પૂ. સંતોની આગળ દાસભાવ જણાવતાં કહ્યું કે, “સંતો ! રાજી રહેજો...સેવકને આવતાં મોડું થઈ ગયું.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ટ્રેનિંગ દરમ્યાન હાજર રહેવું જરૂરી ન હતું.

ટ્રેનિંગ પૂ. સંતો માટે જ હતી છતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો આગળ દાસભાવ દર્શાવ્યો અને માફી માગી.

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સૌની આગળ દાસ થઈને સમયપાલનમાં રહેતા શિખવાડ્યું.