સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૧૨-૨-૧૯ ને મંગળવારના રોજ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાના આસનેથી સંત રસોડામાં સંધ્યા ભોજન માટે પધાર્યા.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા તે સમયે પ્રાર્થના મંદિરમાં કીર્તનભક્તિ થઈ રહી હતી. સૌ સંતો-સમર્પિતમુક્તો મહારાજને રીઝવવા કીર્તનભક્તિ કરી રહ્યા હતા. સૌ પ્રભુ મગ્ન હતા. તેમાં એક સંતે કીર્તન ગાવાનું શરૂ કર્યું,

“હરિવર હીરલો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં...”

આ કીર્તનની શરૂઆત થતાં જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ઉતાવળા ઉતાવળા ઠાકોરજી જમાડીને કીર્તનભક્તિમાં આવવા માટે પીરસનાર પૂ. સંતને કહ્યું, “સ્વામી, કીર્તન સરસ છે માટે અમારે જલદી જવું છે.” એમ કહીને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ચળું કરીને જળ ધરાવીને કીર્તનભક્તિમાં પધાર્યા.