સંત કેમ્પ ૨૦૧૯, જાન્યુઆરીના પ્રથમ દિવસે પ્રાતઃ સેશનમાં સત્પુરુષના મહાત્મ્યની વાત ચાલુ હતી.

તેમાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસત્વભાવે, ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પોતે સાવ શૂન્ય થઈને તથા સંપૂર્ણ અસ્તિત્વનો પ્રલય કરીને રહ્યા છે તેવી રીત શીખવાડતાં જણાવ્યું કે,

“હું તો ગુરુદેવ પ.પૂ. બાપજીના રૂંવાડાંમાં પણ ન આવું.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા સમજી દાસત્વભાવે, અહમશૂન્ય થઈ અને અસ્તિત્વનો પ્રલય કરીને વર્તીને આપણ સૌને આત્મબુદ્ધિના માર્ગે આગળ વધવાની શીખ આપી.