જેમનું જીવન એ દાસત્વભાવ અને વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૩-૭-૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર AYP કેમ્પમાં સાયં સેશનમાં પોતાના સંકલ્પોની વર્ષા કરી રહ્યા હતા.

સભા પૂર્ણ થયા બાદ સંકલ્પો પ્રમાણેનું હરિભક્તોનું વર્તનશીલ જીવન બનાવવા અતિ આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વર્તવાના મુદ્દા એક્શન પોઇન્ટ લખાવતા હતા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની લખાવવાની ગતિ સ્વાભાવિક હતી તેમ છતાં અમુક મુક્તો લખવામાં પાછળ રહી જતાં પ્રાર્થના કરી, “દયાળુ, ફરી છેલ્લો મુદ્દો બોલોને.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બે હસ્ત જોડી બોલ્યા, “તમે પાછળ રહી ગયા !! રાજી રહેજો, કેટલું બાકી રહી ગયું ? બહુ સ્પીડ પડે છે ને હવે સેવક ધીરે બોલશે.”

પછી બીજા જેટલા મુદ્દા લખાવ્યા તેમાં દરેક વખત પૂછતા જાય : “દયાળુ, બરોબર છે ને ? કે હજુ ધીરે ધીરે બોલીએ ?”

દાસત્વભાવની ચરમસીમાએ બિરાજતું સ્વરૂપ હોય તેમના જીવનમાં વિનમ્રતા તો સ્વાભાવિક જ હોય ને !!!