સંજયભાઈ ઠક્કરના ‘બાપજી’ ફાર્મ હાઉસ પર ગુરુદેવ પ.પૂ. બાપજીને બાયપાસ બાદ આરામ માટે રાખવામાં આવ્યા હતા.

તા. ૧૧-૧૨-૨૦૦૭ના રોજ સાંજે ૭:૩૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને જમાડતા હતા. તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે પૂ. સંતો પણ હાજર હતા.

આ સર્વે સંતોને જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા, “સંતો ! સાંભળો, એક વાત કરીએ... સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી), આ બધાનો હાથ તું ઝાલી રાખજે... આ બધાને તારા જેવા કરજે...”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ મહારાજના સંકલ્પોની ધુરા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને સોંપી છે.