ગુરુદેવ પ.પૂ. બાપજી કાયમ સંતો-પાર્ષદોના દીક્ષા વિધિ જેવા ઉત્સવોમાં પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને જ આગળ કરે.

તેમને જ દીક્ષા વિધિ કરાવવાનું સોંપે અને કહે : “સ્વામી, (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) આ બધાને તું તારા જેવા કરજે. તારા જેવા થાય એવા આશીર્વાદ આપજે.”

એટલું જ નહિ, કોઈ નવા મુમુક્ષુ સાધુ થવા આવે ત્યારે તેને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જોડે મોકલી ગુરુદેવ પ.પૂ. બાપજી કહે કે, “તું સ્વામી સામે દૃષ્ટિ રાખજે ને સ્વામીને રાજી કરજે.”

જ્યારે જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી ‘સમર્પિત તાલીમ કેન્દ્ર’ (STK)માં લાભ આપવા પધારે ત્યારે પણ તાલીમાર્થીઓને આ જ ઉપદેશ આપે.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ સૌને સ્વામી સામે દૃષ્ટિ રખાવી છે.