ખિસ્સામાં પ્રસાદી આપી
એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે પંચમહાલ પ્રવાસ અર્થે પધાર્યા. ત્યાં અનેકવિધ લીલાઓ દ્વારા મુક્તોને ખૂબ સુખ આપતા હતા. તેવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક નૌતમ લીલા કરી.
સભા બાદ મુક્તોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રસાદી આપવા માંડી. પ્રસાદી લેવા આવનાર પ્રથમ મુક્તે ખોબો ધર્યો.
“ખોબો નહીં.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા.
“તો ?” સમર્પિત મુક્તએ આશ્ચર્યવત્ પૂછ્યું.
“ખિસ્સું (ઝભ્ભાનું) પહોળું કરો. તેમાં પ્રસાદી આપવી છે.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રસાદી આપતાં સર્વે સમર્પિત મુક્તોને બાલ્યાવસ્થાની સ્મૃતિ તાજી કરાવતાં કહ્યું, “તમે બધા નાના હતા ત્યારે ખિસ્સામાં જમવાનું ભરી દેતા પછી તમે કાઢી કાઢીને જમાડતા, એમ આ પ્રસાદી અત્યારે નહિ, ગાડીમાં બેઠા બેઠા જમાડજો હોં ને.”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે માતૃવાત્સલ્યતાથી નિકટતા કેળવી લેતા.