તા. ૪-૧૧-૧૩ ને નૂતનવર્ષની વહેલી સવારે સ્વામિનારાયણ ધામ ખાતે પૂ. સંતો અન્નકૂટ બનાવી રહ્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ વહેલા ઊઠી, પરવારી, ધ્યાન, વાંચન-મનન અને એકાંત કરી સંત રસોડામાં પધાર્યા અને મહારાજ માટે જુદાં જુદાં પ્રકારનાં ભજીયાનો થાળ બનાવવા લાગ્યા.

સ્વાભાવિક છે કે સેવા દરમ્યાન વસ્તુની આપ-લે કરવા તથા માર્ગદર્શન લેવા-આપવા બાબતે વાતચીત કરવી પડે. પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મૌન સેવી મહારાજમય બની કીર્તનગાન કરતાં કરતાં સેવા કરતા હતા. જરૂર જણાય તો ઇશારાથી વાત કરે. આમ, સવા કલાક સુધી કીર્તનગાન કરતા સેવા કરી અને સર્વે સંતોને પણ આ પ્રમાણે કરાવી.

ભલે પ્રવૃત્તિ છે પણ બ્રાહ્મમૂહુર્તમાં મૂર્તિરૂપ થઈ મહારાજમાં જોડાયેલા રહેવું તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આદર્શજીવનની વાસ્તવિકતા છે.