વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિચરણનો કાર્યક્રમ જોઈને એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને સહસા જ પૂછ્યું,

“દયાળુ સ્વામીશ્રી, આપ તો વિચરણમાં સતત વ્યસ્ત હોવ છો ! સવારે પ્રાતઃકથાવાર્તા; તે પછી ઘેરઘેર પધરામણી ને બપોરે જમાડવાનો સમય પણ નક્કી ના હોયને સાંજે જાહેરસભા હોય.

વળી, એકએકને નિકટ દર્શન આપીને તેમની અંગત બેઠક કરતા હોય ને રાત્રે કિશોરો-યુવકોને પણ ઘણીવાર સ્પેશિયલ લાભ આપતા હોય તો રાત્રિના ૧:૦૦ થી ૧:૩૦ પણ વાગી જાય. છતાંય સવારે નિત્યક્રમ મુજબ ચાલુ જ હોય.”

“અમને મહારાજે એના માટે તો મોકલ્યા છે.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું.

“પણ સ્વામીશ્રી, આટલો બધો દાખડો કેમ કરો છો ?”

“બસ, અનંત જીવોનું રૂડું કરીને મૂર્તિસુખના ભોક્તા કરવા તેજ અમારો સ્વાર્થ છે ને તે હેતુથી આટલા દાખડા કરીએ છીએ.”

આમ, આપણને સહેજે પ્રતીત થાય કે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ કરાવવા માટે જ પ્રાગટ્ય છે.