એક યુવક સ્વામિનારાયણ ધામ ખાતે થતી શુક્રવારની ગુરુદેવ પ.પૂ. બાપજીની સભામાં લાભ લેવા આવતો. આ યુવક સાવ નવો. એને સત્સંગનું પૂરેપૂરું જ્ઞાન પણ નહીં. છતાં તે ગુરુદેવ પ.પૂ. બાપજીની સભામાં પ્રથમ હરોળમાં જઈને બેઠો. આ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી એના પર રાજી થયા.

   ત્યારબાદ ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેને નજીક બોલાવી નામ-ગામ અંગે પૂછ્યું ને રાજીપા રૂપે પુષ્પ ને પ્રસાદીનો ધબ્બો આપ્યો. પછી આ ક્રમ છ માસ સુધી નિયમિત ચાલ્યો.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીની નિકટમાં લેવાની-રાખવાની રીત અદ્ભુત રહી છે.