જાન્યુઆરી,૨૦૨૦નો દિન હતો ને શિયાળાની કડકડતી ઠંડી હતી ને સવારના લગભગ ૧૦:૧૫થી ૧૦:૩૦ થયા હશે.તે દરમ્યાન કાર્યાલયમાં સેવા કરવા આવતા સત્સંગી હરિભક્ત દર્શક બાબુભાઈ પંચાલ જેઓને વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય પ્રેમ મળ્યો.

દર્શકભાઈપોતાના કાર્યાલયમાં સ્વચ્છતાની સેવા કરી રહ્યા હતા. સ્વચ્છતા કરવાને કારણે ગરમી લાગવાથી તેમણે સ્વેટર કાઢી લીધું હતું. તે જ અરસામાં જાણવા મળ્યું કે, વ્હાલા ગુરુજી પ.પૂ.સ્વામીશ્રી સ્ટાફના મુક્તોને દર્શન આપી રહ્યા છે. તેથી તેઓ પણ દર્શન માટે ગયા.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લિફ્ટમાં બિરાજી પોતાના આસને પધારતા હતા. ત્યારે દરેક મુક્તો લિફ્ટમાં જઈનેગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા. ત્યારે ગુરુજીએ કહ્યું કે,“બધાને લિફ્ટમાં આવવું પડે તેના કરતાં હું જ બહાર આવી જઉં, તો બધા મુક્તોને દર્શન કરવામાં તકલીફ ના પડે.

દરેક મુક્તો વારફરતી દર્શન કરતા હતા નેગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ દરેક સ્ટાફ મુક્તો પર દૃષ્ટિ કરી તો દરેક મુક્તોએ સ્વેટર પહેર્યાં હતાં પરંતુ દર્શકભાઈએ પહેર્યું ન હતું તેથી તેમણે કહ્યું કે,“મહારાજ, તમને ઠંડી નથી લાગતી!!” ત્યારે તેમણે કહ્યું કે,“રાજી રહેજો મહારાજ.સ્વેટર નીચે કાર્યાલયમાં મૂક્યું છે...” તો તરતજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું કે, “જાવ, જલ્દી જાવ ને સ્વેટર પહેરી લો... ઠંડી લાગશે.”

દર્શકભાઈ સ્વેટર લેવા નીચે ગયા ને મનોમન વિચારવા લાગ્યા કે,‘મારી પરભાવની નિરંતર ચિંતા રાખનારમાં મારા અવરભાવની પણ નાનામાં નાની ચિંતા રાખે છે.’આ વિચારતાં તેમની આંખ ભીંજાઈ ગઈ.