તા. ૨૩, ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનની શિબિર બલોલ ગામની શાળાના સંકુલમાં રાખી હતી. શિબિર દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પોઢવા માટે આસને પધાર્યા હતા.

આસન નાનું હતું. વળી, એ જ ખંડમાં નાનું પોર્ટેબલ કુલર હતું. તેથી તે ખંડમાં પૂ. સેવક સંતે ઠાકોરજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા એક પૂ. સંત માટે આસન તૈયાર કરેલું હતું.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આસને પોઢવા પધાર્યા અને કહ્યું, “બીજા સંતો હજુ આવશે, જગ્યા ઘણી છે.” એમ કહી એક સંતની વ્યવસ્થા કરી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ફરીથી કહ્યું, “હજુ એક સંત આવશે.” એમ કહી પોતાનું આસન તથા પધરાવેલ ખુરશીમાં ઠાકોરજીને પ્રાર્થના કરી ખસેડીને બીજા સંતને પોઢવા માટેની વ્યવસ્થા કરી. આમ, એક રૂમમાં તેઓ ઠાકોરજી સાથે ચાર સંતો પોઢ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પોઢતી વખતે અતિ માતૃવત્સલભાવે કહ્યું, “અમે ઠંડકમાં સૂઈએ અને સંતો ગરમીમાં પોઢે તો ન ચાલે.”

આમ, પ્રસંગોપાત્ત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાના વ્હાલા સંતોની ચિંતા નિરંતર રાખી માતૃવાત્સલ્યતા દાખવે છે.