ગુરુદેવ પ.પૂ. બાપજી દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. પછી તેઓ પ્રાર્થના તથા ધ્યાન કરે. નિત્ય એક કલાક સુધી બે હાથ જોડી મહારાજને ખૂબ પ્રાર્થના કરે. કોના માટે ?? સમગ્ર એસ.એમ.વી.એસ. પરિવારના તમામ સંતો-હરિભક્તો માટે. કેવી કરુણા !

 તેઓની પ્રાર્થના અતિ અદ્ભુત, “હે મહારાજ ! સર્વના દેહભાવ ટળાવી મુક્તભાવ પ્રગટાવજો. હે મહારાજ ! આપની મૂર્તિ સિવાય ક્યાંય હેત ન રહે તેવી કૃપા કરજો.  હે મહારાજ ! સર્વને નિર્વાસનિક કરજો. હે મહારાજ ! આપના સર્વોપરી સ્વરૂપની સર્વે મુમુક્ષુઓને હા પડાવજો. દયા કરીને આપના સ્વરૂપની નિષ્ઠા દૃઢ થાય તેવી કૃપા કરજો. હે મહારાજ ! નિષ્ઠાવાળા હરિભક્તોની તન, મન, ધન વગેરેની ખૂબ રક્ષા કરજો. કોઈ દુખિયો ન રહે. બધાય હસતાં હસતાં આવે અને કારણ સત્સંગની સેવાના સર્વને ખૂબ નિમિત્ત કરજો.”

 ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રાર્થનાના પરિણામે જ આજે એસ.એમ.વી.એસ. પરિવાર સર્વે રીતે સુખી, સંપન્ન, સમૃદ્ધ ને આનંદમય છે.