તા.૨૨-૨-૨૦૧૭ને બુધવારના રોજ એકાદશીના દિવસે બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં ફરાળ માટે પધાર્યા.તે વખતે પૂ.સંતો પીરસવા માટે જોડે બેઠેલા.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “સંતો!ઠાકોરજીજમાડવા નથી?”

પૂ.સંતોએ કહ્યું, “આજે નકોરડો ઉપવાસ છે.” આ સાંભળી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રાજી થયા.પરંતુ જે પૂ. સંતોને ઉપવાસ નથી એવા સંતોની ચિંતા વ્યક્ત કરતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે,“સંતો, જો તમે ન જમાડો તો મારાથી કેમ જમાય? તમને મૂકીને જમીએ એ અમે અમારી ફરજ ચૂક્યા કહેવાઈએ.” (જે પૂ.સંતોને જમાડવાનું હતું તે રસોડામાં હાજર ન હોવાથી)

 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ તે સંતોને બોલાવવા માટે કહ્યું. જ્યાં સુધી કોઈ સંતો ન આવ્યા ત્યાં સુધી રાહ જોઈ અને તે દરમ્યાન બે મિનિટ ધૂન કરી. પૂ.સંતો આવ્યા એટલે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જમવાનું શરૂ કર્યું.

પોતાના સંતો પ્રત્યે કેવો સ્નેહ! કેવી મમતા!