તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સવારે ૧૦ વાગ્યે ગુરુકુલ તથા STKના મુક્તોનું ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હતું. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે બોર્ડના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ ગોઠવાયો હતો. જેનું કલેક્શન પૂર્ણ થયા બાદ STKના મુક્તોનું કલેક્શન લેવાયું. જેમાંસવા કલાકનો સમય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કલેક્શન માટે કહ્યો હતો. તે પૂર્ણ થયો. સમય પૂર્ણ થતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ના પાડી અને તેઓ સ્લીપર પહેરી સંત આશ્રમ તરફ પધારવા તૈયાર થઈ ગયા. પૂ.સંતોનું પણ થોડું કલેક્શન લેવાનું વિચાર્યું હોવાથી પૂ.સંતો પણ આવી પહોંચ્યા હતા. પૂ.સંતોએ પણ પ્રાર્થના કરી. પરંતુ, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી કોઈનું પણ સાંભળ્યા વગર પધારી ગયા.જોડે પૂ.સંતો પણ ગયા. તે વખતે ચાલતાં ચાલતાં પૂ.સંતોને રુચિ જણાવી કે, “અમને આવું બધું આર્ટિફિશિયલ નથી ગમતું. સહેજે જે થાય અને જેટલું થાય તેટલું જ કરવું. આપણે થોડા ફોટોગ્રાફર છીએ?”એમ કહી ફોટોગ્રાફી કલેક્શન બાબતે અરુચિ જણાવી સંત આશ્રમમાં પધાર્યા.