પરસુખની ચિંતા
તા. ૨૪-૨-૨૦૧૭ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે AYP કેમ્પ હતો. પ્રથમ દિવસનું પ્રાતઃસેશન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રી આવાસમાંથી સંત આશ્રમ તરફ ગાડીમાં બિરાજીને પધારતા હતા. તે વખતે પ.ભ.શ્રી રસીકભાઈ સોનીને ચાલવાની તકલીફ તથા બાયપાસ ઓપરેશન કરાવેલું હોવાથી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ તેમને ગાડીમાં બેસાડ્યા.સંત આશ્રમ આગળ પહોંચતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ગાડીમાંથી ઊતરતા હતા ત્યારે રસીકભાઈ પણ ઊતરવા લાગ્યા. તે વખતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે,“તમે નીચે ન ઊતરશો,બેસી રહો. તમને તમારા ઘરે ગાડી મૂકી જાય છે.”એમ કહી ડ્રાઇવર મુક્તને કહ્યું કે, “એમના ઘરે દિવ્યજીવન હાઇટ્સ ફ્લેટમાં મૂકી આવો.” એમ કહી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પોતાની ગાડી લઈને તેમને મૂકવા જવાનું કહ્યું. અન્યની તકલીફને પોતાની તકલીફ સમજી સમયે ચિંતા રાખી.