“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.”

વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું.

અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા રો-હાઉસમાં આશરે ૩૫-૪૦ પધરામણીઓ રાખી હતી. ગુરુદેવ પ.પૂ.બાપજી પધરામણીમાં પધાર્યા. એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં પધરામણી માટે સ્વયંસેવકો, કાર્યકર મુક્તો આવ્યા.

“અરે! આ ફ્લેટની લિફ્ટ તો બંધ છે; શું કરીશું ?ગુરુદેવ પ.પૂ. બાપજીની કેવી રીતે પધરામણી થશે ?”

સૌ સંતો–હરિભક્તો મૂંઝાયા અને ગુરુદેવ પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી :“દયાળુ, આ લિફ્ટ બંધ હોવાથી અહીં નીચેજ બધાની ભેગી પધરામણીની આરતી કરી દઈએ તો ?”

ત્યાં તો ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું,“ના સંતો–હરિભક્તો.હરિકૃષ્ણ મહારાજની પધરામણીનોસૌ કોઈને અંતરે આનંદ હોય અને જો મહારાજના પધારે તો હરિભક્તો દુઃખી થઈજાય. એમની લાગણીઓનું શું? પધરામણી તો દરેક હરિભક્તોના ઘરે થશે જ.”

સંતો-હરિભક્તોએ એક સાદી ખુરશીમાં ગુરુદેવ પ.પૂ.બાપજીને બિરાજમાન કર્યા ને સૌ મુક્તોએ એ ખુરશી ઊંચકવાની સેવાનો લાભ લઈ દરેક હરિભક્તોના ઘરે પધરામણી કરી.

આમ, સૌના મનોરથો પૂરા કરી સુખિયા કર્યા.

કેવી અપાર દયા !!