ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે.

રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય દર્શન થવાં લાગ્યાં.તેમની સાથે જીવનપ્રાણ અબજીબાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજીને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી હતા.

આ દર્શન થતાં તેમણે ઘરના મહિલા સભ્યને કહ્યું કે,“મહારાજ, પ.પૂ.બાપજી અનેપ.પૂ.સ્વામીશ્રી મને લેવા આવ્યા છે માટે સેવક મૂર્તિના સુખમાં જાય છે; જય સ્વામિનારાયણ.”

ત્યાં તો ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું કે,“ખોટા સંકલ્પોના કર. તારે હજુ બહુ સેવા કરવાની છે માટે કશુંજ થયું નથી.ઊભો થઈજા.” અને તરત જ છાતીનો દુખાવો બંધ થઈ ગયો.

સવારે ડૉક્ટરને બતાવ્યું ત્યારે કહ્યું કે,“એટેક આવી ગયો છે.” પછી રિપોર્ટ કરાવ્યા પણ કશુંજ ના આવ્યું. અને આજે તેઓને કંઈ જ તકલીફ નથી.

ગુરુદેવ પ.પૂ.બાપજીની આજ્ઞા થઈ ને તેઓ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સેવામાં આવી ગયા.