તા. ૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ અમદાવાદ નિકોલ મંદિરના શિલાન્યાસનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત સારી ન હોવાથી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણમાં હોવાથી બંને દિવ્યપુરુષોની પ્રત્યક્ષ હાજરી ન હતી. તેથી પૂ. સંતો દ્વારા આ પ્રોગ્રામ ગોઠવાયેલો.

આયોજન મુજબ ગુરુદેવ પ.પૂ. બાપજીએ વિડિયો કોલ દ્વારા નિકોલમાં શિલાન્યાસ પ્રસંગે સંતો-હરિભક્તોને લાભ આપ્યો. ત્યારબાદ પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પણ વિડિયો કોલ દ્વારા લાભ આપવા માટે ઘણી પ્રાર્થના કરી.

પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ના પાડી અને કહ્યું કે, “આપણે ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ્યપણું રાખવું જોઈએ. માટે અમે વિડિયો કોલના બદલે માત્ર સાદા ફોનથી લાભ આપીશું.”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીના પરભાવ તથા ગુરુભાવની ગરિમા સદાય યશસ્વી રાખી છે ને રખાવતા રહ્યા છે.