આ કારણ સત્સંગ છે, મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ
“આ કારણ સત્સંગ છે. મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ.”
વાત એમ હતી કે વ્હાલા ગુરુજી એક સેન્ટરમાં ઝોનલ શિબિરનો દિવ્ય લાભ આપવા પધાર્યા.
શિબિરના સ્થળે હરિકૃષ્ણ મહારાજની સાથે ગુરુજીનું આગમન, સ્વાગત કરવા બંને બાજુ હરિભક્તો ફ્લેક્ષો બેનરથી તૈયાર કરેલ જુદી જુદી મૂર્તિઓ લઈને સાથે ચાલતા હતા.
આ બેનરમાં માત્ર બાપાશ્રીની તથા સદ્ગુરુશ્રીઓની મૂર્તિઓ જોઈ, વડીલ સંતને નિકટ બોલાવી ગુરુજીએ કહ્યું : “આ કારણ સત્સંગ છે, કારણ સ્વરૂપ શ્રીજીમહારાજનું મુખ્યપણું સદાય રહેવું જોઈએ. મહારાજની મૂર્તિ કેમ ભૂલી ગયા ?”
વડીલ સંતે પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! હરિકૃષ્ણ મહારાજ પધારવાના હતા તેથી માત્ર બાપાશ્રી અને સદ્ગુરુશ્રીઓની જ મૂર્તિ કરાવી છે.”
ગુરુજી સ્વામીશ્રીએ કહ્યું, “ભલે હરિકૃષ્ણ મહારાજ પધારવાના હોય છતાં બેનરમાં અન્ય સદ્ગુરુશ્રીઓની મૂર્તિ કરતા હોઈએ તો સાથે એથી મોટી મહારાજની મૂર્તિ કરવી જ જોઈએ.”
આમ, હરહંમેશ વ્હાલા ગુરુજીના જીવનમાં શ્રીજીમહારાજનું મુખ્યપણું પ્રદર્શિત થાય છે.