ઈ.સ. ૨૦૧૮માં ઝોનલ શિબિર અન્વયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા સેન્ટરમાં પધાર્યા હતા.

ગુરુજીને રાજી કરવા નાનાં ભૂલકાંઓએ ગુરુજીના સ્વાગતમાં એક ‘વ્હાઇટ નોટીસ બોર્ડ’ મૂકયું હતું.

ભૂલકાંમુક્તોએ ગુરુજીને પ્રાર્થના કરી,

“દયાળુ, આપ આ બોર્ડમાં લખો ને, આજ્ઞા કરો તૈયાર છીએ.”

Real (સાચા) સત્સંગના આગ્રહી વ્હાલા ગુરુજીએ ભૂલકાંમુક્તોને કહ્યું,

“બાળમુક્તો ! આ લખવાનો હેતુ શો ?  આપ જાણો છો !  માત્ર લખવાથી પૂર્ણ નહિ થાય. બાળમુક્તો, તમે ખરેખરા આજ્ઞાપાલક થશો તો મહારાજ, બાપા તથા ગુરુદેવ બાપજી ને અમે પણ રાજી થઈશું; નહિતર અમારું લખવાનું માત્ર આ આર્ટિફિશિયલ થયું કહેવાય; ખબર પડી ? માત્ર બનાવટી દેખાવનું બની રહેશે... અમારા બાળમુક્તો આવા હોય ? ના હોય ને !” બાળમુક્તો ગુરુજીની વાત સાંભળી આજ્ઞાપાલક જીવન જીવવા કૃતનિશ્ચયી બન્યાં.

આમ, ગુરુજીએ નાનાં ભૂલકાંઓને બાળપણથી Real (સાચો) સત્સંગ કરવાનો ઉપદેશ આપ્યો.