એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં શિબિરાર્થી તરીકે ગોઠવજો અને અમારે પણ શિબિરાર્થીની જેમ એ વખતે ગુરુકુલ સંકુલમાં જ રહેવું છે. માટે ઉતારાની વ્યવસ્થા ત્યાં જ કરશો.” 

પૂ. સંતોએ ગુરુજીને પ્રાર્થના કરી : “દયાળુ, આપને અવરભાવમાં ગુરુકુલ સંકુલમાં ખૂબ તકલીફ પડશે. વળી, આપ તો પરભાવનું સ્વરૂપ છો તો આપને શિબિરની જરૂર નથી. શિબિરમાં લાભ આપીને સૌને કથાવાર્તા દ્વારા સુખિયા કરો.” પરંતુ ગુરુજી મુમુક્ષુઓને અતિ ઉત્તમ રીત પ્રદાન કરવા દાસત્વભાવે શિબિરાર્થી તરીકે લાભ લીધો હતો.

આમ, દાસભાવ ને પરભાવ શીખવવા પોતે સોગણું વર્તે-વર્તાવે એવા ગુરુજીને કોટિ કોટિ વંદન છે...