તમારામાં સહજાનંદ સ્વામીનાં દર્શન કરીએ છીએ
તા. ૬-૧૧-૨૧ના રોજ કેનેડાની અન્નકૂટ સભામાં ગુરુજી ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપતા હતા.
સભામાં બેઠેલા બાળમુક્તોને જોઈ ‘મા’ જેવું, અરે એથી વધુ હેત કરતાં ગુરુજી બોલ્યા, “બધા મોટા મોટા થઈ ગયા છે બે વર્ષમાં... અમે તમારામાં સહજાનંદ સ્વામીનાં દર્શન કરીએ છીએ. એટલે અમને ખૂબ આનંદ આવે છે...” બાળમુક્તો હાથ જોડી ગુરુજીની પરભાવીય દર્શન લીલામાં અહોભાવથી ડૂબ્યા હતા.
મુક્તો, તમે પણ નૂતન વર્ષે સંકલ્પ કરજો કે, સર્વેને વિષે દિવ્યદૃષ્ટિ કેળવવી છે. વળી, કોરોનામાં સરકારે જે રૂલ્સ (નિયમો) કહ્યા છે તે ફોલો કરજો. સત્સંગમાં પણ દેહભાવરૂપી કોરોનાથી ઊગરવા શ્રીજી સરકારના દિવ્યભાવરૂપી રૂલ્સને ફોલો કરજો. જેથી અભાવ-અવગુણના જમ્સ (કીટાણુઓ) ના આવી જાય...”
ગુરુજી પાસેથી નવા વર્ષે પરભાવાત્મક ગુરુચાવી મેળવી કેનેડા સત્સંગ મંડળ કૃતાર્થ થયું.
આમ, ગુરુજી દિવ્યદૃષ્ટિનો નિજ અનુભવરૂપી ફાયદો વર્ણવી, સૌને રક્ષવા દિવ્યતાનો પંથ ચીંધતા રહે છે.