ગામ સરસવણીની ભાગોળે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. ત્યાં બે પાટીદાર સંકલ્પ કરીને આવ્યા કે, “સ્વામિનારાયણ તેમના ચરણમાં સોળ ચિહ્ન આપણને દેખાડે તો એ ભગવાન ખરા !”

સભામધ્યે અંતર્યામી પ્રભુએ સભાજનોને ઉદ્દેશીને કહ્યું, “ભક્તો, પેલા બે પાટીદાર બંધુને અમારી સમીપે આવવા માટે માર્ગ આપો.”

“જુઓ, અમારા ચરણમાં સોળ ચિહ્નનાં દર્શન કરવા હતા ને !” કહેતાં મહારાજે ચરણ લાંબા કરી દીધા.

પ્રભુએ અંતર્યામીપણે ભક્તોનો સંકલ્પ પૂરો કર્યો અને સોળ ચિહ્નનાં દર્શન થયાં એટલે બંને પાટીદારોને શ્રીહરિને વિષે ભગવાનપણાનો દૃઢ નિશ્ચય થયો !